વડોદરા : ગોત્રી વિસ્તારમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ, બાળકને ઉઠાવી જતાં શખ્સની અટકાયત...

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મોઢું દબાવી બાળકને ઉઠાવી જતાં અજાણ્યા શખ્સની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

Advertisment

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી બાળ તસ્કરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે, જ્યાં બાળકોની તસ્કરી કરતો એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ નાના બાળકને મોઢું દબાવી ઉઠાવી જતો હોવાનો નાગરિકોનો આક્ષેપ છે. સમગ્ર ઘટના બીજા બાળકે જોઈ જતા બુમાબુમ કરી હતી. જેના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, અને બાળકને છોડાવી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. સમગ્ર મામલે બાળકના પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે અજાણ્યા શખ્સની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Advertisment