/connect-gujarat/media/post_banners/248072107ce7e502e87900ed47acc225564d7f9680a1f7a09a47201e616b4a2b.jpg)
વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓનો બાળ રમતોત્સવ માંજલપુર સ્પોટર્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ માટે તા. ૪થી ૬ જાન્યુઆરી સુધી આયોજિત બાળ રમતોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં ૧૦૦ મીટર દોડ, સ્ટેન્ડીંગ જમ્પ, બેઝબોલ ફેંક, કેરમ, યોગાસન, લાંબી કૂદ, ગોળા ફેંક, રીલે દોડ, ચક્રફેંક, ઊંચી કૂદ, બેટમિન્ટન, લંગડી, રસ્સાખેંચ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સી.આર.સી. કક્ષાએથી વિજેતા થયેલ ૨૪૩૧ વિદ્યાર્થી કોર્પોરેશન કક્ષાએ ભાગ લેનાર છે. તા. ૫ જાન્યુઆરીના રોજ સમિતિના વિદ્યાર્થીઓ માટે ૧૩ રમતો તથા બપોરે સાંધિક રમતો રમાડવામાં આવશે. તા. ૬ જાન્યુયારીના રોજ તમામ સાંધિક રમતોની ફાઇનલ રમાડવામાં આવશે. આ સાથે જ વિજેતા વિદ્યાર્થીઓને બેઝ અને પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવશે. બેસ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીને ''વિરબાળ'' પુરસ્કાર અને કન્યાને ''વિરબાળા'' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત જે શાળામાંથી સૌથી વધુ વિજેતા વિદ્યાર્થીઓ હશે તે શાળાને ''સયાજી ટ્રોફી'' એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવનાર છે.