Connect Gujarat
વડોદરા 

વડોદરા : વાડી મહાદેવ તળાવમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા, સત્વરે સફાઈની માંગ...

આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો.

X

વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા તળાવો સ્વચ્છ કરવાના બણગા ફૂંક્યા બાદ પણ શહેરના વાડી મહાદેવ તળાવની દુર્દશા જોઈ નાગરિકો પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો. પરંતુ હજુ પણ કેટલાય તળાવની દુર્દશા એવી છે કે, નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વાત છે શહેરના વાડી મહાદેવ તળાવની. જે વડોદરા શહેરની મધ્યમાં આવેલું છે, અને અંદાજિત અત્યાર સુધીમાં અહી રૂપિયા 68 લાખ જેટલો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ અહીં માત્ર એક વખત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયા બાદ કોર્પોરેશનના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી ચૂક્યા છે. જેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે. તળાવમાં ધાર્મિક પૂજા વિધિ બાદ પૂજાપો તેમજ શ્રીફળ સહિતની સામગ્રીથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના પગલે મચ્છરોનો ઉપદ્રવ અને અસહ્ય દુર્ગંધનો નાગરિકો સામનો કરી રહ્યા છે. તેમ છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી, ત્યારે સત્વરે કોર્પોરેશનનું તંત્ર જાગે અને તળાવની સ્વચ્છતા કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Next Story