Connect Gujarat
વડોદરા 

વડોદરા : પોસ્ટર કાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પોલીસ મથકે હાજર થયા, કહ્યું : ભાજપ દ્વારા મને ફસાવવાનું કાવતરું..!

વડોદરા શહેરના હરણી રોડ પરના પોસ્ટર કાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખૂલતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે

X

વડોદરા શહેરના હરણી રોડ પરના પોસ્ટર કાંડ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખૂલતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ આક્ષેપ નકારી ભાજપ દ્વારા ફસાવવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.

વડોદરા શહેરના હરણી રોડ પર વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ શહેર પ્રમુખના વિરોધમાં વિકાસને લઇને લગાવવામાં આવેલા બેનરો મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નામ ખૂલતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે, ત્યારે સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાડવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસીયા પોલીસે નોટિસ પાઠવી હતી. જે બાદ ઋત્વિજ જોશી વારસિયા પોલીસ મથકે નિવેદન આપવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ પણ શહેર કોંગ્રેસ પ્રમુખના સમર્થનમાં પોલીસ મથકે પહોચ્યા હતા. પોસ્ટર કાંડ મામલે ઋત્વિજ જોશીની પોલીસે પૂછપરછ કરી હતી. સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યુ હતું કે, સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ મે પોસ્ટર છપાવ્યા નથી. ભાજપ મને ફસાવી રહી છે, પોલીસે મારા ઘરે આવી નોટિસ આપી જેથી આજે જવાબ આપવા આવ્યો છું. મારા પર લગાવવામાં આવેલ આક્ષેપ ખોટો છે. જોકે, બેનરો લગાડનાર હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી નામ લખાવ્યા હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો. આ સાથે જ ઋત્વિજ જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હતા. હાલમાં જ ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારનું ષડયંત્ર હોવાની તેઓએ આશંકા વ્યક્ત કરી છે.

Next Story