Connect Gujarat
વડોદરા 

વડોદરા : ક્રિકેટ રમતી વેળા બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી, 4 આરોપીની ધરપકડ

કલ્યાણનગર વસાહતમાં ક્રિકેટ રમતી વેળા થઈ બબાલ, બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

X

વડોદરા શહેરના ફતેગંજ કલ્યાણનગર સરકારી વસાહતમાં ક્રિકેટ રમતી વેળા બાળકને બોલ વાગતા 2 જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જોકે, આ બનાવના પ્રત્યાઘાતો પડે તે પહેલાં સયાજીગંજ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના ફતેગંજ કલ્યાણનગરમાં સરકારી આવાસ આવેલા છે. આ આવાસમાં હિન્દુ-મુસ્લિમ પરિવારો સાથે મળીને રહે છે, જ્યાં ક્રિકેટ રમતી વખતે બાળકને બોલ વાગતા 2 જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઇ હતી. જેમાં 9 યુવાનોએ ભેગા મળીને એક પરિવારના 5 સભ્યો સાથે મારામારી કરી હતી. સરકારી વસાહતમાં થયેલી મારામારીના વિડીયો વાયરલ થયા હતા. જેમાં વિધર્મી યુવાનો દ્વારા કરવામાં આવેલા હુમલાને પગલે પૂજારી પરિવાર ભયના ઓથાર નીચે આવી ગયો હતો. મોડી સાંજે કલ્યાણનગર સરકારી વસાહતમાં થયેલી મારમારી અંગે પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા હિન્દુ સંગઠનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જોકે, આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડે તે પહેલાં સયાજીગંજ પોલીસ એકશનમાં આવી હતી. જેમાં પૂજારી પરિવારના નિવેદનો લઈ કાર્યવાહી હાથ ધરતા પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story