Connect Gujarat
વડોદરા 

વડોદરા: મહાનગર પાલિકામાં આવાસની જમીનમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના કોંગ્રેસનાં આક્ષેપ

X

વડોદરા મહાનગરપાલિકાએ આવાસની જમીનમાં ગેરરીતિ આચરી બાંધકામ કરી ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપ સાથે લાભાર્થીઓને આવાસો અને ભાડા આપવામાં વિલંબ સહિતના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા મહાનગરપાલિકાએ આવાસની જમીનમાં ગેરરીતિ આચરી બાંધકામ કરી ભ્રષ્ટાચારના આચર્યાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પીપીપીના ધોરણે આવાસની પ્રક્રિયાનો પ્રારંભ થયો ત્યારથી તેમાં ગેરરીતિ, ખોટું બાંધકામ ભ્રષ્ટાચાર તેમજ મકાન બાંધવામાં વિલંબ અને લાભાર્થીઓને ભાડું ન ચૂકવા જેવી બાબતોની કોંગ્રેસ પક્ષે વારંવાર રજૂઆત કરી છે. વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા 4 વર્ષથી પ્રોજેક્ટ ખોરંભે પડ્યો છે. પાલિકાએ પીએમઓ ઓફિસને પણ ગેરમાર્ગે દોરી છે.3 વર્ષની ઉપર પ્રોજેક્ટની સમય મર્યાદા થઇ હોવા છતાં પ્રોજેક્ટ શરૂ કર્યો નથી. વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા મનપા દ્વારા 2000 કરોડના કૌભાંડને સહકાર આપવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ઓડનગરમાં શાસક પક્ષ દ્વારા અગોરા બિલ્ડરને લાભ કરવા ટ્રાન્સફ્રેબલ એફએસઆઇ અને પ્રિમિયમમાં રાહત સાથે અવેજીમાં બીજી જમીન પણ આપવાની ભ્રષ્ટ દરખાસ્ત લાવ્યા છે અને વરસાદી કાંસ ઉપર બાંધકામ કરી એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી વગર વધુ ઊંચાઇએ બાંધકામ કર્યું છે ત્યારે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે

ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે વડોદરા મહાનગર સેવા સદનના મેયરએ જણાવ્યુ હતું કે કોંગ્રેસ ફક્ત આરોપ કરે છે આ કોઈ નવી ઘટના નથી. કોંગ્રેસ આજ સુધી આરોપ સાબિત કરી શકી નથી

Next Story