વડોદરા: ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ

વડોદરાના ભાયલી ખાતે સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી.જોકે ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભાયલીના ચકચારી સામૂહિક દુષ્કર્મનો મામલો

SITની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો

મામલતદાર સમક્ષ ત્રણેય આરોપીઓની ઓળખ પરેડ

કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજુર   

કોર્ટ સંકુલમાં સર્જાયો તંગદિલી ભયો માહોલ 

આરોપીઓને ફાંસીની સજાની માંગ કરાઈ 

વડોદરાના ભાયલીમાં થયેલ સગીરા પર ગેંગરેપ કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. અને તપાસ માટે SITનું ગઠન કરવામાં આવ્યું છે.જ્યારે આરોપીની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા,જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વડોદરાના ભાયલી ખાતે સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી.જોકે ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનાને લઇ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં DYSP, 2 PI, 2 PSI, 4 અનુભવી રાઈટરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે આ ટીમને તપાસમાં કોઇ ક્ષતિ ન રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.વધુમાં ગેંગરેપનો મામલાને લઈ આરોપીઓને ઓળખ પરેડ માટે કોઠી કચેરી લાવવામાં આવ્યા હતા. જેમાં મામલતદાર સમક્ષ આરોપીઓને રજૂ કરીને ઓળખ પરેડ કરવામાં આવી હતી.અને ત્યાર બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટ દ્વારા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.જ્યારે આ ઘટનામાં લોકો દ્વારા આ આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની માંગ પણ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને રજુ કરવામાં આવતા તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ સમયે રોષે ભરાયેલા વકિલોએ આરોપીઓનો ટપલી દાવ પણ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.