Connect Gujarat
વડોદરા 

વડોદરા: પ્રતાપનગર હેડ કવાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો વિકૃત હાલતમાં મળ્યો મૃતદેહ,પોલીસે તપાસ શરૂ કરી

બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા.

X

વડોદરામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જેમાં વડોદરા શહેરના પ્રતાપનગર હેડ કવાટર્સમાં હથિયારધારી પોલીસ જવાન તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબરલ 10 દિવસથી ગુમ હતા. જેમનો જામ્બુઆ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા. જે છેલ્લા 10 દિવસથી ગુમ થઈ ગયા હતા. જેને લઇ પરિવારે બાપોદ પોલીસ અને વડોદરા શહેર પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. કમિશ્નર દ્વારા ગુમ કોન્સ્ટેબલની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં જામ્બુઆ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. હાઇલી ડીકમ્પોઝ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારે કપડા અને હાથે પહેરેલા દોરાથી તેઓની ઓળખ કરી હતી. સાથે જ કોન્સ્ટેબલના કપડામાંથી આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું.પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવા બાપોદ પોલીસ લાઈનમાં 24 નંબરમાં રહેતા હતા.30 જાન્યુઆરીએ રાત્રે 12 વાગે પત્નીને ‘મને કોઇ મારવા આવે છે, હું નીચે જઇને આવું છું તેમ કહી બાઈક લઇને સીવીલ ડ્રેસમાં નીકળ્યા હતા. બે દિવસ સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ બાપોદ પોલીસને અરજી આપી હતી. પણ તપાસ ન થતાં પરિવારે કમિશનરને રજૂઆત કરી હતી. બાપોદ PSI સી.એમ.પારેખે આ મામલે તપાસ હાથ ધરી હતી અને પ્રતાપ હેડકવાર્ટર જઇને તપાસ કરતાં કમલેશ વસાવા 9 જાન્યુઆરીથી માંદગીની રજા પર હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તપાસ કરતા જામ્બુઆ બ્રિજ નીચેથી હાઇલી ડીકમ્પોઝ થયેલ મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Next Story