Connect Gujarat
વડોદરા 

વડોદરા: PM નરેન્દ્ર મોદીના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ, મોદીએ કહ્યું જૂની વાતો યાદ આવે છે..

વડોદરામાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજ્ન કર્યું હતું. ચિક્કાર જનમેદનીને સંબોધતા તેઓએ વડોદરા સાથેની યાદ વાગોળી હતી ફરી એક વખત ગુજરાતના મે'માન બનેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાવાગઢના મહાકાળી મંદિરમાં સવારે ધ્વજારોહણ કરીને સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રધાનમંત્રીએ 16 હજાર કરોડથી વધુના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વડોદરા સાથેના પોતાના સંસ્મરણોને પણ વાગોળ્યા હતા. સંઘ કાર્યકાળ સમયને વાગોળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારી નગરી છે અને અહીં આવો એટલે બધુ જુનું યાદ આવે જ. સાથે જ તેમણે જણાવ્યું કે, આજે અહીં આવ્યો ત્યારે જોયું કેટલાય વરિષ્ઠ કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા જેમની આંગળીએ ચાલીને હું આગળ આવ્યો. તો વડોદરા આવો એટલે લીલો ચેવડો અને ભાખરવડી અચૂક યાદ આવે. તો રાવપુરાને પણ કેમ ભૂલી શકાય.

અભેધ સુરક્ષા કવચ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લેપ્રસી મેદાનમાં પાંચ જિલ્લામાંથી આવનારા લોકોને સંબોધન કર્યું હતું. વડાપ્રધાનની આ સભામાં 21 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનાં લોકાર્પણ-ખાતમુર્હૂત કર્યા હતા. એ પૂર્વે ડોમમાં જ ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Next Story