વડોદરા: ક્ષેત્રીય સંમેલનમાં CMના આગમન પહેલા આપના કાર્યકર્તાઓની અટકાયત, દબાણો પણ હટાવાયા

વડોદરામાં ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આમ આદમી પાર્ટીના કર્તાઓની પોલીસે અટકાયત કરી હતી,જ્યારે સયાજી હોસ્પિટલ પાસે રોજ ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો

New Update

વડોદરામાં CMના આગમન પૂર્વે તંત્ર લાગ્યું કામે 

આપના કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત

સયાજી હોસ્પિટલ પાસે ખડકાતી ખાનગી એમ્બ્યુલન્સો પણ ગાયબ

દબાણ શાખાએ પણ દબાણ હટાવવાની કરી કાર્યવાહી

દારૂડિયાએ દબાણ શાખાની ટીમને હંફાવ્યું 

વડોદરામાં ક્ષેત્રીય સંમેલનમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે આમ આદમી પાર્ટીના કર્તાઓની પોલીસે અટકાયત કરી હતી,જ્યારે સયાજી હોસ્પિટલ પાસે રોજ ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો ત્યાં સન્નાટો છવાયો હોવાનું જાણવા મળ્યું હતું.તેમજ દબાણ હટાવતી ટીમને એક દારૂડિયાએ હંફાવી દીધી હતી.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ મેડીકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રિય સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તે પૂર્વે જ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલ અને વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી,અને આપના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રીના આગમન પૂર્વે સયાજી હોસ્પિટલની આસપાસ સાફ-સફાઈ, રંગરોગાન અને જ્યાં દિવસભર હોસ્પિટલના ગેટ બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો,ત્યાં આજે સન્નાટો જોવા મળતા શહેરીજનોને ભારે આશ્ચર્ય થયું હતું.વધુમાં જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેઓના દબાણો ઉપર આજે દબાણ શાખાએ સપાટો બોલાવ્યો હતો. આ દરમિયાન દબાણ શાખાની ટીમના અધિકારીઓ અને એક દારૂડિયા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.અને દારૂડિયાએ દબાણ શાખાની ટીમને હંફાવ્યા હતા.તો બીજી તરફ તેનો સામાન ટ્રકટરમાં ભરતાની સાથે જ આ દારૂડિયાએ બાજુમાં રહેલ ઝાડના કેબલ સાથે ગળે ફાંસો ખાવાનો પ્રયાસ પણ કર્યો હતો. 
Read the Next Article

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડે શરૂ કરી તપાસ

બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

New Update
bomb

વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતા વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં આરડીએક્સ વડે બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ,બોમ્બ સ્ક્વોડ,ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ અગાઉ બે અઠવાડિયામાં ત્રણ અલગ-અલગ સ્કૂલો આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે. જેથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.અને તપાસ શરૂ કરી છે.