વડોદરા: સાવલીમાં રામનવમીની શોભાયાત્રા દરમ્યાન યુવાનોને ઢોર માર મરાયો હોવાના આક્ષેપ...!

ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

New Update
વડોદરા: સાવલીમાં રામનવમીની શોભાયાત્રા દરમ્યાન યુવાનોને ઢોર માર મરાયો હોવાના આક્ષેપ...!

વડોદરા જિલ્લાના સાવલીમાં શોભાયાત્રામાં બંદોબસ્ત દરમિયાન ત્રણ યુવકોએ પીસીઆર હટાવવા મામલે ઇન્ચાર્જ સાથે જાતિ વિષયક અપમાનિત કરીને સાથે રહેલા પોલીસ સ્ટાફ સાથે ગાળાગાળી કરી તેમજ ફરજમાં રૂકાવટ કરી તું કેવી રીતે ટાઉનમાં નોકરી કરે છે, તને જોઈ લાઈશું તેવી ધમકી આપતા અનાર્મ હેડ કોન્સ્ટેબલે સાવલી પોલીસ મથકમાં એટ્રોસિટી ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ યુવકોને માર માર્યો હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા અને પોલીસ મથક આગળ રામધૂન બોલાવી હતી.

જો કે, પોલીસે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી હતી.આ બનાવમાં આર.એસ.એસના જિલ્લાના સહ શારીરિક પ્રમુખ જયપાલસિંહે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.આ કાર્યવાહીમાં સાવલી પોલીસે ત્રણ યુવકો જેમાં મૌલીક પટેલ, સૌરભકુમાર રાણા અને પાર્થ સુથાર સામે એટ્રોસિટી હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે પરિવારજનોએ સાવલી પોલીસ દ્વારા બે યુવકોને ગડદા પાટુંનો માર મારવાનો આક્ષેપ લગાવ્યો છે. ભોગ બનનારને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.