Connect Gujarat
વડોદરા 

વડોદરા : બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં રજૂઆત વેળા સભાસદનું માઇક બંધ થતાં હોબાળો..!

બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભાસદો અને પ્રમુખ-ઉપપ્રમુખ વચ્ચે બોલાચાલી બાદ ભારે હોબાળો મચ્યો

X

મધ્ય ગુજરાતની અગ્રગણ્ય ગણાતી સહકારી મંડળી એવી બરોડા ડેરીની મળેલી વાર્ષિક સાધારણ સભામાં સભાસદો અને પ્રમુખ-ઉપપ્રમુખ વચ્ચે બોલાચાલી બાદ ભારે હોબાળો મચ્યો હતો. મધ્ય ગુજરાતની અગ્રગણ્ય ગણાતી સહકારી મંડળી એવી વડોદરાની બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં એક સભાસદ સુરેશ પટેલ રજૂઆત કરવા માટે માઇક ઉપર આવ્યા હતા, ત્યારે તેઓનું માઈક બંધ કરી દેવાતા ભારે વિવાદ વકર્યો હતો. ગત વખતે રૂ. 99 કરોડ ભાવ ફેરની રકમ આપી હતી, જ્યારે આ વખતે 82 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. તેવામાં આ વખતે દૂધની આવક ઓછું થવાનું કારણ એ છે કે, પશુપાલકોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. દૂધ, છાશ અને દહીંના ભાવ વધ્યા તો ભાવ વધારાનો ફાયદો ખેડૂતોને આપવામાં આવ્યો નહીં હોવાનો આક્ષેપ થયો છે.

વડોદરાની બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા દરમ્યાન સભાસદો અને પ્રમુખ-ઉપપ્રમુખ વચ્ચે બોલાચાલી બાદ ભારે હોબાળો મચ્યો હતો. જોકે, આ અંગે ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ જણાવ્યું હતું કે, હોબાળો કરનાર સભાસદ દર વર્ષે સાધારણ સભામાં હોબાળો કરે છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સાધારણ સભા પૂર્ણ થયા બાદ તેઓ હોબાળો કરે છે, તેમ જી.બી.સોલંકીએ જણાવ્યું હતું...

Next Story