Connect Gujarat
વડોદરા 

વડોદરા : વહેલી સવારે શ્વાનોને ભસતા સાંભળી ઘર માલિકે બાલ્કનીમાંથી જોયું, તો તેના હોશ જ ઊડી ગયા...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર મળસ્કે કુતરા ભસતા હતા. તેવામાં પાસે રહેતા મકાન માલિકની ઊંઘ તૂટી હતી

X

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્ષ બહાર મળસ્કે કુતરા ભસતા હતા. તેવામાં પાસે રહેતા મકાન માલિકની ઊંઘ તૂટી હતી અને તેઓ બાલ્કની પાસે પહોંચ્યા હતા. બાલ્કની બહાર જોયું તો વહેલી સવારે લટાર મારવા મગર નિકળ્યો હતો.

સંસ્કારી નગરી વડોદરા માનવ વસવાટ વચ્ચે મગરો આવી જવાના બનાવોને લઇને પણ જાણીતું છે. સામાન્ય રીતે ચોમાસામાં આમ વધારે બનતું હોય છે. હાલ ચોમાસું ચાલી રહ્યું છે. ત્યારે હવે મગર માનવ વસ્તીની નજીક આવવાની ઘટનાઓ તેજ બની છે. પરંતુ ચાલુ વર્ષે નવો સિલસિલો શરૂ થયો હોવાનું ધ્યાને આવ્યું છે. પહેલા ક્યારેય ન નિકળ્યા હોય તેવા વિસ્તારોમાં મગર બહાર આવી રહ્યા છે.આજે વહેલી સવારે મગર શહેરના કારેલીબાગ વિસ્તારમાં લટાર મારવા નિકળ્યો હતો. કારેલીબાગ વિસ્તારમાં હિરાવંતી ચેમ્બર આવેલી છે. ચેમ્બર પાસે અનેક રહેણાંક મકાનો આવેલા છે. આજે મળસ્કે હિરાવંતી ચેમ્બર પાસે આવેલા એક મકાનમાં માલિક સુઇ રહ્યા હતા. દરમિયાન અચાનક અનેક કુતરાઓ ભસવાનો અવાજ આવતા તેઓની ઉંઘ તુટી હતી. અને તેઓએ ઘરની બહાર નિકળીને ત્યાં કુતરાઓ ભસતા હતા તે દિશામાં નજર ફેરવી અને તે દિશામાં જોતા જ તેઓની ઉંઘ ઉડી ગઇ હતી. કારણકે વહેલી સવારે મગરનું બચ્ચુ લટાર મારવા નીકળ્યું હતું. જેવું મગરનું બચ્ચું જોયું કે તેઓએ તાત્કાલિક મગર પકડવાનું કામ કરતી સંસ્થા નો સંપર્ક કરી આ બાબતે જાણ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મગરના બચ્ચાને પકડી લેવામાં આવ્યો છે.સ્થાનિક ના મતે આ વિસ્તારમાં અગાઉ ક્યારેય મગર નીકળવાની ઘટના સામે આવી નથી. જોકે હજી વડોદરામાં ચોમાસુ જામ્યું નથી. આગામી સમયમાં આ પ્રકારની ઘટના વધુ તેજ બની શકે છે.

Next Story