વડોદરા : ખોદકામ ભૂતકાળ બનશે,ડ્રેનેજ-પાણીની લાઈન સાફ કરવા AI ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ!

વડોદરા ભાજપના વોર્ડ 11ના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા અને ઈનોવેટર મિથિલેશ પટેલે શહેરને ટેક્નોલોજીના માધ્યમથી ક્લીન રાખવા માટેનું મિશન હાથમાં લીધું

New Update
  • ડ્રેનેજ સાફ કરવા AI ટેક્નોલોજીનો ઉપયોગ

  • નગરસેવક અને સંશોધનકારનું મિશન

  • 5 લાખના ખર્ચે ખાસ મશીન બનાવ્યું

  • હાલ ડિવાઇસ પ્રાથમિક તબક્કામાં

  • ડિવાઇસ પાઇપ લાઈનમાં જઈ ફોલ્ટ શોધશે

વડોદરા શહેરમાં ડ્રેનેજ - પાણીની લાઈન જામ થતા ખોદકામ કરવું પડે છે. લાખોનો ખર્ચ અને લોકોની હાલાકીનો અંત લાવવા હવે AI ટેક્નોલોજીના સહારે ભાજપના નગરસેવક અને સંશોધનકારે મિશન હાથમાં લીધુ છે.

વડોદરા ભાજપના વોર્ડ 11ના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા અને ઈનોવેટર મિથિલેશ પટેલે શહેરને ટેક્નોલોજીના માધ્યમથી ક્લીન રાખવા માટેનું મિશન હાથમાં લીધું છે.આ બંને એ મળી એક AI ડિવાઇસ બનાવ્યું છે.આ ડિવાઇસ ડ્રેનેજની લાઈન જામ થાય તેના બીજા છેડે જશે અને ત્યાં વિડીયો ગ્રાફી કરીને ડ્રેનેજમાં ક્યાં સ્લજ એકઠો થયો છે,તેનું લોકેશન શોધશે. 

નગરસેવક નરવીરસિંહ ચુડાસમાના પત્ની બાયોલોજીસ્ટ છે. તેમનું કહેવું છે કે તેમના મિત્ર મિથિલેશ સાથે મળી 5 લાખના ખર્ચે આ AI ડિવાઈસ બનાવ્યું છે,જે કેટલા ડાયામીટરની લાઈન છે અને સ્લજ કેટલા પ્રમાણમાં છે,ત્યાં એક ખાસ પ્રકારના બેક્ટેરિયા છોડવામાં આવશે જેથી અમુક ચોક્કસ સમયમાં એ બેક્ટેરિયા એ સ્લજને ખાઈને ઓગાળી દેશે.જેથી લાઈન સાફ થઇ જશે,અને આ બેક્ટેરિયા નગરસેવકના પત્ની હાલ બનાવી રહ્યા છે.

હાલ તો આ મશીનની પેટન્ટ રજીસ્ટર કરી દેવાયું છે. અને ડિવાઇસ અને બેક્ટેરિયા પ્રાથમિક તબક્કામાં છે અને ડિવાઇસ પાછળ 5 લાખનો ખર્ચ થઇ ચુક્યો છે.પરંતુ આ સંશોધન સફળ થશે તો પાલિકાને સોંપાશે અને અન્ય મનપા કે સરકાર માંગશે તો નાગરિકોના લાભાર્થે પણ આપવામાં  આવશે.

Latest Stories