Connect Gujarat
વડોદરા 

વડોદરા : સયાજી હોસ્પિટલમાં નવજાત શિશુ બદલાય ગયું હોવાનો પરિવારનો આક્ષેપ, DNA ટેસ્ટની માંગ

X

વડોદરામાં આવેલી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં નવજાત શિશુ બદલાય ગયું હોવાના આક્ષેપ એક દંપત્તિએ કર્યા છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં શકુન્તલા મલ્લા તેમના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનોમાં ચાર પુત્રીઓ છે. તેઓને પ્રસુતિની પીડા ઉપડતા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં વધારે નાણાં માંગતા હોવાને કારણે પરિવારે સરકારી હોસ્પિટલમાં ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. ડીલીવરી બાદ શકુન્તલા બેનને જાણ કરવામાં આવી કે તેમને બાળકનો જન્મ થયો છે.જો કે, બાળક જન્મવાના સારા સમાચાર મળ્યાના થોડાક જ સમયમાં તેઓને નર્સ દ્વારા જાણવા મળ્યું કે, તેમણે બાળકીને જન્મ આપ્યો છે. જેને કારણે તેઓ ભારે મુંજાયા હતા. પહેલા બાળક અને પછી બાળકીનો જન્મ થયાનું જાણવા મળતા સમગ્ર પરિવાર અચંબામાં પડી ગયા હતાં.

પ્રસુતાના પતિએ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે નવજાત શિશુની અદલાબદલી થઇ ગઇ હોવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં તેમણે બાળક કોનું છે તે જાણવા માટે ડીએનએ ટેસ્ટની માંગ કરી હતી.સમગ્ર મામલે ઉહાપોહ થતા હોસ્પિટલના સત્તાધીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રસુતિ વિભાગના હેડ. ડો. આશિષ ગોખલેએ જણાવ્યું કે, હજુ સુધી મને કોઈએ આ વિશે જાણ કરી નથી મીડિયા મારફતે જાણ થઈ છે. ગત રાત્રીએ ખૂબ ઓછી ડિલિવરી થઈ છે જેથી બાળક બદલ્યા ની વાત થઈ શકે નહિ. જે તે સમયે જે નર્સ કે ડોકટર હશે તેમની પૂછતાછ કરી સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.

Next Story