Connect Gujarat
વડોદરા 

વડોદરા: 5 માસ પૂર્વે શંકાસ્પદ રીતે મોતને ભેટેલ પુત્રીને ન્યાય અપાવવા પરિવારજનોની માંગ...

વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામની 19 વર્ષીય પ્રેરણા શર્મા સયાજીપુરા ગામ પાસેની નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી.

X

વડોદરામાં પાંચ મહિના પૂર્વે મોતને ભેટેલ પુત્રીના મોતના મામલે ન્યાયની માંગણી સાથે પોલીસ કમિશન કચેરીએ ધરણા કરનાર પરિવાર અને આમ આદમીના હોદેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. સોમવારે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરીએ આમ આદમી પાર્ટી સાથે રજૂઆત કરવા આવેલ ઘટનાની હકીકત એવી છે કે, વડોદરા નજીક આવેલા વાઘોડિયા તાલુકાના આમલિયારા ગામની 19 વર્ષીય પ્રેરણા શર્મા સયાજીપુરા ગામ પાસેની નિર્મલ ફૂડ પ્રોડક્શન કંપનીમાં નોકરી કરતી હતી.

તા. 20 માર્ચના રોજ તે નોકરી ગઇ હતી અને રહસ્યમય હાલતમાં ગુમ થઈ હતી જે અંગે બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી દરમિયાનમાં છાણી કેનાલમાંથી પ્રેરણાનો મૃતદેહ મળી આવ્યો હતો કટલરીનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર પિતા ખરકપાલ શર્માએ દીકરી પ્રેરણાના મોત અંગે દિકરીની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હોવાની કેફિયત રજૂ કરી હતી. આ મામલે રજૂઆત કરવા પહોંચેલ પરિવારજનો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે પોલીસ દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યુ હોવ આના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Next Story