New Update
વડોદરાના રાવપુરા રોડ પર આવેલ મેડિકલ સ્ટોરમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી વડોદરાના મુખ્ય માર્ગ કહેવાતા રાવપુરા રોડ ઉપર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બન્યો હતો. આગનો બનાવ બનતા ની સાથે જ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી..
ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ એમ.જી.વી.સી.એલની ટીમ પણ સ્થળ ઉપર હાજર થઈ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગ ને જાણ થતા ઉપર ફસાયેલા બે માણસોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારોને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયો હતો
Latest Stories