/connect-gujarat/media/post_banners/ba06dc6a698a34db661912b963c46eddc30fcdf01c6b4a34c963bd4f4bbaec3d.jpg)
વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના જાસપુર રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. ફાયરબ્રિગેડના લાશકરોએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.
વડોદરાના પાદરા તાલુકાના પાદરા-જાશપુર રોડ પર આવેલી ન્યુટ્રી બાયો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી. એનિમલ ફાર્મા વિભાગમાં લાગેલી આગથી સમગ્ર પ્લાન્ટ આગને હવાલે થઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. જ્યારે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.