વડોદરા: કરજણના જુના બજારમાં સલુન સહિત બે દુકાનમાં આગ, કોઈ જાનહાની નહીં

વડોદરાના કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.

New Update
વડોદરા: કરજણના જુના બજારમાં સલુન સહિત બે દુકાનમાં આગ, કોઈ જાનહાની નહીં

વડોદરાના કરજણના જુના બજારમાં હેર કટીંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.

વડોદરા જિલ્લાના કરજણ નગરના જુના બજારમાં વિવેકાનંદ તળાવ પાસે આવેલી હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં મોડી રાત્રે ૧:૪૫ ના સમયે આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે હેર કટિંગ સલૂન અને દરજીની દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાઈટ કનેક્શન દૂર કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. 

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.