વડોદરા : પોર GIDCની હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ...

મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ગત મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.

New Update
વડોદરા : પોર GIDCની હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ...

વડોદરાની પોર GIDCમાં આવેલ હિન્દુસ્તાન ફાયબર ગ્લાસ કંપનીમાં ભયંકર આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરા નજીક આવેલ પોર GIDC સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ગત મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ 3 ગાડી ઘટના સ્થળ પર દોડી આવી હતી, અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ 5 કિમી દૂર સુધી જોવા મળી હતી. આગના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, કંપનીમાં ફાઇબર મટીરીયલ હોવાના કારણે આગ કાબૂમાં આવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રહી હતી. ભીષણ આગમાં કંપની ખાક થઈ ગઈ હતી.

Latest Stories