-
સુભાનપુરામાં યુવક પર જીવલેણ હુમલો
-
જુના ઝઘડાની અદાવતમાં થયો હુમલો
-
પાંચ શખ્સોએ ચપ્પુથી કર્યો હુમલો
-
યુવક ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ
-
પોલીસે શરૂ કરી તપાસ
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા યુવક પર અગાઉ થયેલા ઝઘડાની અદાવતે 5 જેટલા શખ્સોએ ચાકુથી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વડોદરાના સુભાનપુરામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરનો ભરત અંકિતભાઈ ત્યાગી 6 જાન્યુઆરીના રોજ સવારે દૂધ લેવા માટે ઇલોરાપાર્ક ડેરી તરફના મેઈન રોડ પર ચાલતા આવ્યો હતો. દૂધ લઈને પરત જઈ રહ્યો હતો. ત્યારે કેટલાક શખ્સોએ તેના પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો.આ હુમલામાં ભરત ત્યાગીને માથામાં,ગળાના ભાગે તથા પીઠ પાછળ ચાકુના ઘા માર્યા હતા. જેથી યુવકે બૂમાબૂમ કરતા રાહદારીઓ સહિત તેના મિત્રો ત્યાં દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા.આ હુમલો જુના ઝઘડાની રીસ રાખીને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હિતેશ ગોહિલ, યશ પરમાર, અજય પંડ્યા, મનોજ અને પાવન સોનીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.