/connect-gujarat/media/post_banners/1eee21a05a729b9ed596cde45078db7f66277eacbdc86043e0917a4f46732fe1.jpg)
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે CCTVની મદદથી રખડતા ઢોર શોધી તેની ટેગના આધારે પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોર્પોરેશને આ પ્રથમવાર શરૂ કરાયેલી કામગીરી હેઠળ 9 પશુપાલકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને અંકુશમાં લેવા અને તેના માલિકો સામે કાર્યવાહી કરવા પ્રથમવાર સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે હવે CCTVનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આ પ્રથમવાર છે કે CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી હેઠળ હાલમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાં કુલ 9 પશુમાલિકો સામે પોલીસ કેસ કરવામાં આવ્યા છે. જેમાં વાડીમાં અને ગોરવામાં બે-બે, બાપોદ, ગોત્રી અને નવાપુરામાં એક-એક કેસ દાખલ કરાયો છે.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે હવે CCTVનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં આ પ્રથમવાર છે કે CCTVના આધારે રખડતા ઢોરના ટેગ સ્કેન કરી તેના માલિકો સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.
/connect-gujarat/media/media_files/2025/07/26/conn-2025-07-26-22-31-26.jpg)