/connect-gujarat/media/post_banners/ae12d5fabb5f875a3845b2ebd97c54e71b588d45b2d3cb01571aca2c0b80e975.jpg)
વડોદરાના કરજણ-શિનોર પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે ઝડપી પાડેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો વડોદરાના શિનોર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા બે વર્ષમાં ઝપાયેલ કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.1,07,85,008 ની રકમની વિદેશી દારૂની 32,878 બોટલના જથ્થાનો રોલર ફેરવી નાશ કરાયો હતો.
છેલ્લા 2 વર્ષમાં કરજણ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસે પકડેલ વિદેશી દારૂની 30,607 નંગ બોટલ જયારે શિનોર તાલુકા પોલિસ સ્ટેશનની હદમાં પોલીસે પકડેલ વિદેશી દારૂની 2271નંગ બોટલ નો જથ્થાનો નાશ કરાયો હતો.કરજણ પ્રાંત અધિકારી,વડોદરા રૂરલ DYSP આકાશ પટેલ,નશા બંધી ખાતા પી.આઈ તડવી,કરજણ PI આઈ.કે.ભરવાડની હાજરીમાં મોર્ડન કંપની ખાતે વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો