વડોદરા : ખંડેરાવ માર્કેટના ફ્રુટના વેપારીઓનો જડબેસલાક બંધ, કાઉન્સીલર સામે ઉકળતો ચરૂ

વડોદરાના ખંડેરાવ માર્કેટના ફ્રુટના વેપારીઓએ આજે તેમની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update
વડોદરા : ખંડેરાવ માર્કેટના ફ્રુટના વેપારીઓનો જડબેસલાક બંધ, કાઉન્સીલર સામે ઉકળતો ચરૂ

વડોદરાના ખંડેરાવ માર્કેટના ફ્રુટના વેપારીઓએ આજે તેમની દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓનો આક્ષેપ છે કે ભાજપના મહિલા કાઉન્સીલરના ઇશારે તેમને હેરાન કરવામાં આવી રહયાં છે...

વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટના ફ્રુટ બજારની 90થી વધારે દુકાનો સોમવારના રોજ બંધ રહી હતી. પોતપોતાની દુકાનો બંધ રાખી વેપારીઓ હાથમાં બેનર્સ સાથે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. વેપારીઓનો આક્ષેપ છે કે તેમના વિસ્તારના મહિલા કોર્પોરેટરના ઇશારે મહાનગર પાલિકા તેમની દુકાનો બહારથી દબાણો હટાવી રહી છે. વેપારીઓએ સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા વિરૂધ્ધ નારેબાજી પણ કરી હતી. સિંધી સમાજના અગ્રણી અને ભાજપાના સંગઠન મંત્રી કોમલ કુકરેજાએ જણાવ્યું હતું કે, અમારો પ્રશ્ન હલ નહિં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ખંડેરાવ ફ્રુટ માર્કેટ એસોસિએશનના સેક્રેટરી દિપક આહુજાએ જણાવ્યું કે, ફ્રૂટ વેપારીઓનો 50 ટકા ધંધો ઓછો થઇ ગયો છે. વેપારીઓના માલસામાનને કોર્પોરેશનવાળાઓએ જપ્ત કરી લીધો છે. મહિલા કાઉન્સીલર તેમના અંગત સ્વાર્થ માટે અમને હેરાન કરી રહયાં છે.

વડોદરાના ફ્રુટ માર્કેટના વેપારીઓમાં જેમની સામે રોષ છે તેવા ભાજપના મહિલા કાઉન્સીલર જાગૃતિબેન કાકા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં દબાણોના કારણે વાહનો પસાર થઇ શકે તેવી સ્થિતિ નથી. સ્થાનિક લોકોની રજુઆત હતી કે રસ્તો ખુલ્લો કરાવવામાં આવે તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ભાજપના જ બે મહિલા અગ્રણીઓ આમને સામને જોવા મળી રહયાં છે. આગામી દિવસોમાં રાજયમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કેવો રાજકીય રંગ પકડે છે તે જોવું રહયું. આ વિવાદમાં હવે એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે જે વેપારીઓને ધમકી આપવામાં આવી હોવાના વેળાનું હોવાનું જણાવાય રહયું છે. જો કે આ વિડીયોની કનેકટ ગુજરાત પુષ્ટી કરતું નથી.

Latest Stories