Connect Gujarat
વડોદરા 

વડોદરા ગેસ દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ચાર રૂપિયાનો ભાવ વધારો કરાયો, સામાન્ય જનની મુશ્કેલીમાં વધારો

રૂ.46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.50.40 ચુકવવા પડશે.

વડોદરા ગેસ દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ચાર રૂપિયાનો ભાવ વધારો કરાયો, સામાન્ય જનની મુશ્કેલીમાં વધારો
X

વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરા શહેરમાં પાઇપ્ડ ગેસ પુરો પાડવામાં આવે છે. વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં રૂ 4 નો વધારો કરવામાં આવ્યાની જાહેરાત કરી છે. જેને કારણે મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે.વડોદરા ગેસ લિ. શહેરમાં 2 લાખથી વધુ ઘરોમાં પાઇપ્ડ ગેસ પુરો પાડે છે. હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસની બેઝીક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ.4 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ.46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ.50.40 ચુકવવા પડશે.આ નવો ભાવ વધારો 9 જાન્યુઆરી લાગુ કરવામાં આવશે.

Next Story