/connect-gujarat/media/post_banners/796b06fb45c6f4a4ee91714b46346012a6d7194e4ca1b59b42f0f40022209977.jpg)
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં યુવતીના પ્રેમમાં પડેલા યુવકને યુવતીના પરિવારજનોએ ઢોર માર મારતાં મોત થયું હતું. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવીને ગુપ્ત ભાગે લાતો મારી હોવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીના પરિવારજનોને બન્નેના પ્રેમ પ્રકરણની ખબર પડી જતાં જયેશ રાવળ નામના યુવકનું તેના જ ઘરેથી અપહરણ કર્યું હતું. ત્યારબાદ યુવકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટનાને નજીકમાં રહેલા કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જોકે, વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, 4થી 5 લોકો ભેગા મળી યુવકને લાકડીના સપાટા મારી રહ્યા છે, ત્યારે નિષ્ઠુર લોકોની તાલિબાની સજા મળતા 20 વર્ષીય જયેશ રાવળને ગંભીર ઇજા પગલે તેનું મોત નીપજ્યું હતું. જોકે, યુવકને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. હાલ તો પોલીસે હત્યા અને અપહરણનો ગુન્હો દાખલ કરી હત્યાની ઘટનામાં સંડોવાયેલા 4 લોકોની ધરપક સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે.