Connect Gujarat
વડોદરા 

વડોદરા : જીએનએફસીના અધિકારીઓની કારને નડયો અકસ્માત, જુઓ રેસ્કયુ ઓપરેશન LIVE

અમદાવાદથી ભરૂચ પરત ફરી રહેલાં જીએનએફસી કંપનીના અધિકારીઓની કારને વડોદરા નજીક અકસ્માત નડયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર 5 કીમી સુધીનો ચકકાજામ થઇ ગયો હતો

X

અમદાવાદથી ભરૂચ પરત ફરી રહેલાં જીએનએફસી કંપનીના અધિકારીઓની કારને વડોદરા નજીક અકસ્માત નડયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર 5 કીમી સુધીનો ચકકાજામ થઇ ગયો હતો. કારમાં સવાર ત્રણ વ્યકતિઓ પૈકી એક બહાર આવી ગયો હતો જયારે બે વ્યકતિ કારમાં જ ફસાય હતી.

અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત કારમાં ભરૂચની જીએનએફસી કંપનીના અધિકારીઓ સવાર હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં બે લોકો કારમાં ફસાય ગયાં હતાં. બનાવની જાણ થતાં વડોદરા મનપાની ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. લગભગ એક કલાકની જહેમત બાદ કારમાં ફસાયેલા બંને કર્મચારીઓને હેમખેમ બહાર કાઢયાં હતાં. કારમાં જીએનએફસીના બે અધિકારીઓ અને એક ડ્રાયવર સવાર હતાં. પશુઓ હાઇવે ક્રોસ કરી રહયાં હોવાથી ડ્રાયવરે કાર ઉભી રાખી હતી તે સમયે ટેન્કરના ડ્રાયવરે કારને અડફેટમાં લીધી હતી. લગભગ એક કલાક સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ રહયો હતો. ગેસ કટરથી પતરા કાપી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આવો જોઇએ ફાયર ઓફિસર એસ.કે.ગઢવી શું કહી રહયાં છે.

Next Story