વડોદરા: ગોલ્ડન બોય નીરજ ચોપરા ઘૂમ્યા ગરબાના તાલે, નેશનલ ગેમ્સના ખેલાડીઓને પાઠવી શુભેરછા

જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા ગોલ્ડન બોય નીરજ ચોપરા નવરાત્રીમાં વડોદરાના મહેમાન બન્યા હતા અને તેઓએ ગરબા રમી માતાજીની આરાધના કરી હતી

New Update

જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા ગોલ્ડન બોય નીરજ ચોપરા વડોદરાના મહેમાન બન્યા હતા. અહીં તેમણે VNFના ગરબાની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે ગરબા પ્રેમીઓ સાથે ગરબા રમીને નવો અનુભવ લીધો હતો. તેમને ગરબે ઝૂમતા જોઈને ગરબાપ્રેમીઓમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમી રહ્યા છે. તે અદભુત છે. તેમણે દેશના રમતગમતના ભવિષ્ય અંગે જણાવ્યું હતું કે, જ્યારથી તેમને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ત્યારથી લોકોમાં અને ખાસ કરીને જૂનિયર ખેલાડીઓમાં એથલિટ પ્રત્યે રૂચી જાગી છે. અહીં તેમણે નેશનલ ગેમ્સના સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિવિધ સ્પોર્ટસમાં દેશનું ભાવિ ઉજ્જવળ હોવાની વાત પણ કહી હતી.

Latest Stories