વડોદરાની મુલાકાતે આરોગ્ય મંત્રી
HMPV વાયરસથી આરોગ્ય વિભાગ એલર્ટ
કોવિડના લક્ષણો કરતા આ વાયરસ છે માઈલ્ડ
હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે ટેસ્ટિંગ કિટ
વાયરસથી ભય મુક્ત રહેવા મંત્રીની અપી
વડોદરામાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એક દિવસીય મુલાકાતે આવ્યા હતા.આ પ્રસંગે તેઓએHMPV વાયરસ સંદર્ભે પણ પ્રતિક્રિયા આપી હતી.
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા,તેઓએ પારુલ યુનિવર્સિટી,ગોત્રી GMERS કોલેજ તેમજ ફતેગંજ ખાતેની FDCA લેબની મુલાકાત લીધી હતી,આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે HMPV વાયરસ નવો નથી,આ જુનો વાઇરસ છે. જે પ્રકારના કોવિડમાં લક્ષણો હતા, તેના કરતા પણ ઓછા લક્ષણો છે.હાલ ગુજરાતમાં એક કેસ નોંધાયો છે.RTPCRની વ્યવસ્થા કરવામાં આવી છે, આનાથી ડરવાની જરૂર નથી. આ સાથે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઈન આવે તે પ્રમાણે તેને ફોલો કરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોવિડ અંતર્ગત આ વાયરસમાં સારવાર આપવામાં આવી રહી છે.અને ટેસ્ટ માટેની જરૂરી કિટો બે ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં પહોંચી જશે.તેમજ આ વાયરસથી લોકોને ડરવાની કોઈ જરૂર ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.