વડોદરા : કાર એસેસરીઝ વેંચતા વિક્રેતાઓ પર GST વિભાગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ...

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ GST વિભાગ દ્વારા અવારનવાર દરોડા પડવામાં આવતા હોય છે.

New Update
વડોદરા : કાર એસેસરીઝ વેંચતા વિક્રેતાઓ પર GST વિભાગની કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ...

વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ GST વિભાગ દ્વારા અવારનવાર દરોડા પડવામાં આવતા હોય છે. સરકાર સામે GST ચોરી કરતા અને બિલ ન આપતા વિક્રેતાઓ સામે હંમેશા આ વિભાગ દ્વારા કરચોરી ઝડપી લેવામાં આવતી હોય છે, ત્યારે ગત મોડી રાત્રે વડોદરા શહેરમાં કાર એસેસરીઝ વિક્રેતાઓને ત્યાં GST વિભાગ દ્વારા દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે સ્ટેટ GST વિભાગની ટીમ ત્રાટકી હતી. GST વિભાગના અધિકારીઓ દ્વારા કાર એસેસરીઝ વેચતા દુકાનદારોના દુકાને દરોડા પાડી તપાસ શરૂ કરી હતી. GSTના અધિકારીઓ દ્વારા સરદાર ભુવન ખાચામાં કાર એસેસરીઝની દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જગદંબા કાર એસેસરીઝ સહિત અનેક દુકાનોમાં GST વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશનમાં GST વિભાગના 8થી 10 અધિકારીઓ દુકાનમાં તપાસ કરતાં નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ GST વિભાગ દ્વારા કરચોરી કરતા અને સરકારને નુકસાન કરવાના ઈરાદાથી સામાન વેચનાર અનેક ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ગત મોડી રાત્રે ત્રાટકેલ GST વિભાગની ટીમ કાર એસેસરીઝ વિક્રેતા કરતા અનેક વેઓરીઓમાં ફફડાટ ફેલાયો છે.

Latest Stories