વડોદરા હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી બસમાં ઝીલ્યું લોકોનું અભિવાદન

માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

New Update

ભારતીય ટીમે દ.આફ્રિકાને હરાવી ટી-20 વર્લ્ડ કપ જીત્યો

વડોદરા શહેરમાં વિકટ્રી રોડ શોનું કરાયું હતું આયોજન

ભારતીય ટીમના ઉપસુકાની હાર્દિક પંડ્યા રહ્યા ઉપસ્થિત

માંડવીથી નવલખી સુધી 3 કિમીનો રોડ શો યોજાયો

રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક પંડ્યાનું સન્માન

દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિકટ્રી રોડ શો વડોદરા શહેર ખાતે યોજવામાં આવ્યો હતો.

ટી-20માં વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં એક મોટાભાગનો શ્રેય વડોદરાના હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરને જાય છે. ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિકટ્રી રોડ શો યોજાયો હતો.

વડોદરા શહેરના રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વેજલ વ્યાસની આગેવાનીમાં હાર્દિક પંડ્યાને સન્માનિત કરવા માટેના ભવ્ય રોડ-શોમાં હાજારો લોકો જોડાયા હતા.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.