વડોદરા હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ શો યોજાયો, ખુલ્લી બસમાં ઝીલ્યું લોકોનું અભિવાદન

માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. 

New Update

ભારતીય ટીમે દ.આફ્રિકાને હરાવી ટી-20 વર્લ્ડ કપ જીત્યો

વડોદરા શહેરમાં વિકટ્રી રોડ શોનું કરાયું હતું આયોજન

ભારતીય ટીમના ઉપસુકાની હાર્દિક પંડ્યા રહ્યા ઉપસ્થિત

માંડવીથી નવલખી સુધી 3 કિમીનો રોડ શો યોજાયો

રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાર્દિક પંડ્યાનું સન્માન

 દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિકટ્રી રોડ શો વડોદરા શહેર ખાતે યોજવામાં આવ્યો હતો.

 ટી-20માં વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતમાં એક મોટાભાગનો શ્રેય વડોદરાના હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરને જાય છે. ટી-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિકટ્રી રોડ શો યોજાયો હતો.

વડોદરા શહેરના રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માંડવી વિસ્તારથી નવલખી સુધીના લગભગ 3 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખુલ્લી બસમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રિવોલ્યુશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વેજલ વ્યાસની આગેવાનીમાં હાર્દિક પંડ્યાને સન્માનિત કરવા માટેના ભવ્ય રોડ-શોમાં હાજારો લોકો જોડાયા હતા.

#Vadodara #Hardik Pandya #road show #Vadodara News #હાર્દિક પંડ્યા
Here are a few more articles:
Read the Next Article