Connect Gujarat
વડોદરા 

વડોદરા: હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના આપઘાતની જાણ મોડી કેમ કરાય,પોલીસનો કર્તાહર્તાઓને વેધક પ્રશ્ન

વડોદરા જિલ્લાના સોખડા હરીધામનો ચકચારી મામલો, ગુણાતીત સ્વામીએ ગળે ફાંસો લગાવી કર્યો હતો પ્રશ્ન

X

વડોદરા જિલ્લાના સોખડા ખાતે આવેલ હરિધામના ગુણાતીત સ્વામીના ચકચારી આપઘાત પ્રકરણમાં પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ બાબતે ફોડ પાડ્યો હતો

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીના ચકચારી આપઘાત પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે મંદિર પરિસર દ્વારા ગુણાતીત સ્વામીના આપઘાતની જાણ મોડી કેમ કરવામાં આવી તે દિશામાં પોલીસ દ્વારા ઝીણવટ ભરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને મોડી જાણ કરવા પાછળ કોણ જવાબદાર છે અને ચોક્કસ કયા કારણોસર પોલીસને બનાવની જાણ કરવામાં આવી ન હતી. તેનું ચોક્કસ કારણ મળ્યા બાદ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદે વધુમાં જણાવ્યું હતું કે હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીનું ગળે ફાંસો ખાવાથી મોત થયું છે. અને તેના વિશેરાનો રિપોર્ટ આવવાની રાહ જોવાઇ રહી છે.

બીજી બાજુ આ બનાવ સંદર્ભમાં અત્યાર સુધીમાં હરીધામ સોખડાના પ્રથમ હરોળના સ્વામી ત્યાગ વલ્લભ સ્વામી, સેક્રેટરી જયંત દવે તેમજ પ્રભુદાસ સ્વામી સહિત અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હજુ પણ આ બનાવ સંદર્ભમાં અનેક લોકોની પૂછપરછ કરવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા આ બનાવ અંગે અલગ અલગ એંગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવમાં ગુનાહિત કાવતરું જણાઈ આવશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

Next Story