વડોદરા: કાર ચલાવતી વખતે હાર્ટ એટેક આવતા 4 વાહનોને અડફેટે લીધા, તબીબોએ મૃત જાહેર કર્યા

કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા

New Update
વડોદરા: કાર ચલાવતી વખતે હાર્ટ એટેક આવતા 4 વાહનોને અડફેટે લીધા, તબીબોએ મૃત જાહેર કર્યા

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં કાર ચાલકને કાર ડ્રાઈવ કરતી વખતે હાર્ટ એટેક આવતા રસ્તાના કિનારે ઉભેલા 4 વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકને બેભાન અવસ્થામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉમા કોલોનીમાં રહેતા 52 વર્ષીય દિપક ગોવિંદલાલ શાહ પોતાની કાર લઈને દીપ ચેમ્બર તરફથી તુલસીધામ ચાર રસ્તા તરફ જતા હતા. કારમાં દિપક શાહ સહિત પાછળની સીટ પર તેઓની દીકરી પણ બેઠી હતી. કાર ચલાવતા સમયે દિપક શાહને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા અને કારના સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના કિનારે પાર્ક કરેલી કાર અને ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. એક ઉભેલી કારમાં અથડાઈને દિપક શાહની કાર ઉભી રહી ગઈ હતી. જ્યારે આસપાસના લોકો એકત્રિત થઈ જતાં તેઓને કારમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા.

Latest Stories