વડોદરા: ડેસરમાં મહીસાગર નદીના પૂરના પાણી વચ્ચે પથ્થર પર ફસાયેલા વ્યકિતનું દિલધડક રેસ્ક્યુ

મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો

New Update

વડોદરા જિલ્લામાં પૂરીથી આફત 

મહીસાગર નદીમાં ફસાયેલા વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ 

36 કલાક બાદ હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ 

ફતેગંજ પોલીસની પ્રસંશનીય કામગીરી

હોસ્પિટલના દર્દીનું ઓક્સિજન બોટલ સાથે કર્યું રેસ્ક્યુ 

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ખાતે એક વ્યક્તિ મહીસાગર નદીના પૂરના પાણી વચ્ચે પથ્થર પર ફસાયા હતા,જેમનું હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,આ ઉપરાંત ફતેગંજ પોલીસે પણ નરહરિ અમીન હોસ્પિટલ માંથી એક દર્દીનું ઓક્સિજનના બોટલ સાથે રેસ્ક્યુ કર્યું હતું.  

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામ ખાતેથી પસાર થતી  મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો,અને મહીસાગર નદી કિનારે ડેસર મામલતદાર ડી એ સોલંકીતાલુકા વિકાસ અધિકારી તેજસ પટેલડેસર પોલીસ મથકના પીએસઆઇ ભરવાડ સહિત સ્ટાફ દોડી આવીને રેસ્ક્યુ ઓપરેશન બાબતે ચર્ચા કરી નિર્ણય લીધો હતો.

જોકે તંત્રના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા,તેથી સૌરાષ્ટ્ર અને જોધપુરથી હેલિકોપ્ટર દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી,જોકે ખરાબ વાતાવરણને કારણે તંત્રનો એ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.પરંતુ મહારાષ્ટ્રથી મદદે બોલવામાં આવેલા હેલિકોપ્ટરની મદદથી આખરે 36 કલાક બાદ કિર્તન ગરાસીયાનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફતેગંજ પોલીસની ટીમ દ્વારા નરહરી હોસ્પિટલથી ઓક્સિજન સિલિન્ડર સાથે દર્દીનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

 

Latest Stories