/connect-gujarat/media/post_banners/576eb2c24b5c2ddac69aeeffa34f2ea9ca34996b2b265851de74015c0cae6762.jpg)
વડોદરાના કમાટીબાગમાં હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાયેલા હિપોએ જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
વડોદરાના કમાટીબાગમાં રાખવામાં આવતા હિપોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સહિત સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી હતી. બન્ને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઝૂ ક્યુરેટરને MRI કરવા માટે લઇ જવામાં આવી રહ્યા હતા. તે સમયે બ્લીડિંગ શરૂ થતા પુન: તેમને ICUમાં સારવાર માટે લઇ જવાયા હતા. મળતી માહિતી અનુસાર સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. આજે પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટ જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉન્ડમાં હિપોએ જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાયેલા હિપોએ જીવલેણ હુમલો કરતા તેઓ સ્થળ પર પડી ગયા હતા. આ દરમ્યાન બનાવની જાણ અન્ય સિક્યુરિટી ગાર્ડોને થતાં તરત જ તેઓ દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત ઝૂ ક્યુરેટેર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડને કમાટીબાગની બાજુમાં આવેલી ટ્રસ્ટની નરહરી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગંભીર રીતે ઇજા પામેલા અધિકારી સહિત બન્નેને તાત્કાલિક ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.