Connect Gujarat
વડોદરા 

વડોદરા : વિઠ્ઠલનાથજીના મંદિરેથી નીકળ્યો વરઘોડો, રાજવી પરિવારે કરી પુજા

ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો દર વર્ષે પરંપરાગત રીતે મંદિર પરિસરમાંથી રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરાયા બાદ નીકળ્યો હતો

X

વડોદરાના ચાર દરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ કારતક સુદ અગિયારસ એટલે દેવઉઠી અગિયારસના દિવસે વરઘોડો નીકળ્યો હતો વડોદરા શહેરમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો દર વર્ષે પરંપરાગત રીતે મંદિર પરિસરમાંથી રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરાયા બાદ નીકળ્યો હતો. રાજવી પરિવારના રાજમાતા શુભાંગીદેવી ગાયકવાડ સહિત મેયર કેયુર રોકડીયા અને પૂજારી હરિઓમ વ્યાસની હાજરીમાં ભગવાન વિઠ્ઠલનાથજીની આરતી ઉતારવામાં આવી હતી. ચાંદીની પાલખીમાં બિરાજમાન કરી પાલખી ટેમ્પોમાં મુકવામાં આવી હતી. ફક્ત શહનાઇની ધુન સાથે જ વરઘોડો નીકળ્યો હતો. જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ જોડાયા હતા. વરઘોડાનું ઠેર ઠેર આરતી કરી સ્વાગત કરવામાંઆવ્યું હતું.

ભગવાન વિઠ્ઠલનાથજીની શોભાયાત્રા મધ્યાહને શહેરના કીર્તિમંદિર સ્થિત આવેલ ગહેનાબાઈ મહાદેવ ખાતે પહોંચી હતી.ત્યારબાદ ઢળતી સંધ્યાએ ગહેનાબાઈ મહાદેવથી વરઘોડો પુનઃ નિજમંદિરે પરત ફર્યો હતો. દેવઉઠી અગિયારથી ચાતુર્માસની પુર્ણાહુતિ થતા જ શુભ કાર્યોની શરૂઆત થઇ છે.મુખ્યત્વે લગ્નના મુર્હતોની નીકળતા હોવાથી લોકો આજથી શુભકાર્યો કરવા માટે સજ્જ થઇ ગયાં છે.

Next Story