વડોદરા : પત્નીના આડા સંબધના વહેમમાં પતિએ ચાકૂના ઘા ઝીક્યા, મહિલા સારવાર હેઠળ...

માજલપુર વિસ્તારમાં પતિએ પત્નીના આડા સબંધની આશંકાએ ચાકૂના જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ હતી.

New Update
વડોદરા : પત્નીના આડા સંબધના વહેમમાં પતિએ ચાકૂના ઘા ઝીક્યા, મહિલા સારવાર હેઠળ...

વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં પતિએ પત્નીના આડા સબંધની આશંકાએ ચાકૂના જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઇ હતી. નિદ્રાધીન પત્ની ઉપર હુમલો કરનાર પતિને સ્થાનિક લોકોએ ઘરમાં પૂરી રાખી પોલીસને બોલાવી હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના માંજલપુરના જીઆઇડીસી પોલીસ ચોકી સામે આવેલ સિકોત્તર નગર-2માં રાજેન્દ્ર રાઠવા પત્ની પાર્વતીબેન સાથે રહે છે. રાજેન્દ્રને છેલ્લા કેટલાંક સમયથી પત્ની ઉપર શક હતો કે, તેના પર પુરુષ સાથે આડા સંબંધ છે. જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા અને મારામારી પણ થતી હતી. જોકે, ગત મોડી રાત્રે પુનઃ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. બાદમાં બંને સૂઇ ગયા હતા, ત્યારે પતિ રાજેન્દ્રના માનસ ઉપર પત્નીને સબક શિખવાડવાનું ભૂત સવાર હતું, અને સવારે નિદ્રાધીન પત્નીના ગાલ અને ગળાના ભાગે ચાકૂના ઘા મારતા પત્નીએ બુમરાણ મચાવી મુકી હતી. પાર્વતીબેનની બુમો સાભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત મહિલાને સયાજી હોસ્પિટલમાં રવાના કરી હતી, અને તેના હુમલાખોર પતિ રાજેન્દ્ર રાઠવાને ઘરમાં પૂરી માજલપુર પોલીસને બોલાવી હુમલાખોરને હવાલે કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં હુમલાખોર પતિ પત્નીનું કાસળ કાઢવા માટે ચાકૂ તેના વાઘોડિયા રોડ રહેતા સંબંધીના ઘરેથી લાવ્યો હતો. જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે, પત્નીને મોતને ઘાટ ઉતારી દેવાનું પતિનું પૂર્વ આયોજન હતું. માજલપુર વિસ્તારમાં બનેલા આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી છે. માજલપુર પોલીસે આરોપી સામે હાલ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories