Connect Gujarat
વડોદરા 

વડોદરા : "મારે વિદેશ જવું છે" ઇન્દોરથી રૂ. 11 કરોડની ખંડણી માંગતો વેપારીને કોલ આવ્યો, જુઓ પછી શું થયું..!

અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. મુકેશ હરજાણીની જેમ તને પણ પતાવી દઈશ. મારે વિદેશ જવું છે,

X

અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. મુકેશ હરજાણીની જેમ તને પણ પતાવી દઈશ. મારે વિદેશ જવું છે, તેવું મોબાઈલ ફોન પર જણાવી વડોદરામાં સાડીઓના શોરૂમ ધરાવતા વેપારી મનોજભાઈ સાધના પાસે રૂપિયા 11 કરોડ બાદ માંડવાલી પેટે 5 કરોડની ખંડણી માંગનાર શખ્સની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોએક, વોટ્સએપ કોલ પર સામેવાળી વ્યક્તિએ અનિલ ઉર્ફે એન્થોનીની ઓળખ આપી જણાવ્યું હતું કે, મને 11 કરોડ રૂપિયા જોઈએ છે. નહીં તો તારી છાતી ઉપર બંદૂકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ, અને તારા ફેમિલીમાંથી પણ કોઈને જીવતો નહીં બચવા દઉ. તારે પૈસા આપવા ન હોય તો મહાકાલ પાસે જવું પડશે, હું તને પતાવી દેવાની તૈયારી કરું છું. ત્યારબાદ ફરી વિડીયો કોલ કરી બે બંદૂકો બતાવી રૂપિયા 11 કરોડ નહીં પહોંચાડે તો શાળામાં ભણવા જતી તારી દીકરીને ઉઠાવી લઈશું તેવી ધમકી પણ આપી હતી. જોકે, કોલ દરમિયાન ધમકી આપનાર વ્યક્તિ પરિચિત રવિ બીમનદાસ દેવજાની હોવાની ઓળખ થઈ હતી. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રવિ દેવજાની વિરુદ્ધ ખંડણી, ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story