Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોર્પોરેશનને પાણી લીકેજ ન મળ્યું, તો ભાજપના કોર્પોરેટરે 15 ફૂટ ઊંડે કાંસમાં ઉતરીને ભંગાણ શોધ્યું..!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે ખુદ વરસાદી કાંસ ઉતરીને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખી હોબાળો મચાવ્યો હતો.

X

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટરે ખુદ વરસાદી કાંસ ઉતરીને તૂટેલી પાણીની લાઈનનું ભંગાણ શોધી નાખી હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેટરે તંત્ર સામે આક્ષેપ કર્યો હતો કે, અવારનવાર પાણીની મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ ઉમા ચાર રસ્તા પાસે થોડા દિવસ અગાઉ કોર્પોરેશન દ્વારા સ્લેબ તોડીને વરસાદી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કોર્પોરેશનના અધિકારીઓને પાણીનું લીકેજ મળ્યું ન હતું. તે દરમ્યાન વોર્ડ નંબર 15ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષ જોશીએ પોતે કાંસમાં 15 મીટર અંદર જઈને મુખ્ય લાઈનનું લિકેઝ શોધી કાઢ્યું હતું. તે બાદ તેમણે 10 દિવસ અગાઉ પાણી પુરવઠાના અધિકારી તથા વોર્ડના ડેપ્યુટી એન્જિનિયરને આ અંગેની જાણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે તેઓએ ફરી એકવાર વરસાદી કાંસમાં ઉતરીને પાણીની મુખ્ય લાઈનમાં પડેલા ભંગાણની જાણકારી મેળવી હતી. સાથે જ તેમાંથી હજારો લીટર પાણી રોજનું વહી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર આશિષ જોશીએ વહીવટી તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો કે, 1 વર્ષ પહેલા જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે અમે ઘરે ઘરે ફેરણી કરી રહ્યા હતા, ત્યારે દરેક જગ્યાએથી પાણીની સમસ્યા દૂર કરવાની રજૂઆતો મળતી હતી. તે બાદ ચૂંટાઈ આવ્યા બાદ પણ છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યા દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

Next Story