વડોદરા : જો, તમે પણ કોઈને કાર ભાડેથી ફેરવવા આપો છો... તો આ સમાચાર તમારા માટે છે..!

84 કાર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જપ્ત કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે.

New Update
વડોદરા : જો, તમે પણ કોઈને કાર ભાડેથી ફેરવવા આપો છો... તો આ સમાચાર તમારા માટે છે..!

ભાડે ફેરવવા માટે મેળવેલી કાર બારોબાર વેચી દેવાના ગુનામાં તાજેતરમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાંથી મળેલી જાણકારીના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આવી રીતે વેચી દેવાયેલી અથવા ગીરવે મુકી દેવાયેલી 84 કાર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી જપ્ત કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના મનિષ અશોક હરસોરા અને સુરતના દિપક રૈયાણીની વડોદરા પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. આ બંને આરોપી પૈકી મનિષ લોભામણી લોભમણી ઓફરો આપીને કારના માલિકો પાસેથી કાર ભાડે ફેરવવાના નામે લેતો હતો અને તમામ ગાડીઓ તે સુરતમાં દિપક પ્રવિણ રૈયાણીને મોકલી આપતો હતો. એ પછી બંને આરોપીઓ આ કાર સુરત, મહેસાણા તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર-ધુલિયા જેવા અલગ અલગ સ્થળોએ વેચી દેતા હતા, અથવા ગીરવે મુકી દેતા હતા

અને તેના બદલામાં મોટી રકમ લઈ લેતા હતા. છેલ્લા કેટલાય સમયથી તેમની છેતરપિંડી ચાલી રહી હતી. પણ આખરે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા હતા. દિપક અને મનિષની તાજેતરમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને પહેલા 9 દિવસના અને એ પછી બીજા 2 દિવસના રીમાન્ડ પર કોર્ટે સોંપ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન ભાડે મેળવીને વેચી દેવાયેલી કે, ગીરવે મુકાયેલી 84 કારની જાણકારી સામે આવતા પોલીસે વિવિધ જગ્યાએ ટીમો રવાના કરીને આ કાર જપ્ત કરી છે. જેની કિંમત 5.53 કરોડ રૂપિયા થવા જાય છે. આરોપીઓ હજી 6 માર્ચ સુધી રીમાન્ડ પર હોવાથી પોલીસે તેમની પૂછપપરછ ચાલુ રાખી છે.

Latest Stories