વડોદરા : યુવતીએ પાર્ટ ટાઈમ જોબના નામે રૂ. 8 લાખ ગુમાવ્યા, 5 ઠગબાજોની દિલ્હીથી ધરપકડ...

મળતી માહિતી અનુસાર, વડોદરાની એક યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી.

New Update
વડોદરા : યુવતીએ પાર્ટ ટાઈમ જોબના નામે રૂ. 8 લાખ ગુમાવ્યા, 5 ઠગબાજોની દિલ્હીથી ધરપકડ...

મળતી માહિતી અનુસાર, વડોદરાની એક યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઇન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી. ઠગ ટોળકી દ્વારા ઓનલાઇન ટાસ્ક આપી રોજના 1500થી 3000 સુધી કમાવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી. જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી. યુવતીના ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું. જોકે, યુવતીએ રોકડા 8 લાખ ભરી દીધા બાદ રૂ. 10 લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તે રકમ તેને મળી ન હતી. જે મામલે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર સેલના એસીપી દ્વારા 2 પીઆઇની ટીમ બનાવી બેન્ક એકાઉન્ટ તેમજ કોલ્સ ડિટેલના આધારે ઠગ ટોળકીનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું. પોલીસે ગેંગના 5 સાગરીતોને દિલ્હીથી દબોચી લીધા હતા. જોકે, પોલીસ તપાસમાં આ આરોપીઓ ખૂબ ઓછું ભણેલા છે, અને 13 રાજ્યોમાં માત્ર 3 દિવસમાં રૂ. 1.84 કરોડના ટ્રાન્જેક્શન કર્યા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

Latest Stories