વડોદરા : પંચવટી નજીક નર્મદા કેનાલમાં મહાકાય મગર દેખાતા લોકોમાં ફફડાટ, વન વિભાગે કર્યું રેસક્યું...

વડોદરા શહેરના પંચવટી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળ કાય મગર દેખા દેતા લોકટોળા ભેગા થયા હતા.

New Update

વડોદરા શહેરના પંચવટી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળ કાય મગર દેખા દેતા લોકટોળા ભેગા થયા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના પંચવટી નજીક પસાર થતી નર્મદા કેનાલમાં વિશાળ કાયાનો અંદાજે 5 ફૂટ લાંબો મગર દેખાતા લોકટોળા ઉમટી પડ્યા હતા. કેનાલમાં મગર દેખાતા લોકોએ વડોદરા વન વિભાગને આ અંગે જાણ કરી હતી, જેને લઈને વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી . રેસ્ક્યુ ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ વિશાળકાય મગરને રેસ્ક્યુ કરીને કેનાલમાંથી બહાર કાઢી વડોદરા વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો.

Latest Stories