વડોદરા:આ સ્થળે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે,વર્ષોથી ચાલી આવે છે પરંપરા !

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.

New Update

શારદીય નવરાત્રીની ઉજવણી

વડોદરામાં કરવામાં આવે છે અનોખી ઉજવણી

અંબે માતાના મંદિરે માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે

પુરુષ ગાયક વૃંદ જ ગરબા ગવડાવે છે

વર્ષોથી ચાલી આવે છે પરંપરા

વડોદરાના માંડવી સ્થિત અંબામાતાના મંદિરે નવરાત્રી ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. અહીં વર્ષોથી ફક્ત પુરુષોજ ગરબા ગાય છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે.
વડોદરાના હાર્દ સમા માંડવી ટાવર નજીક ઘડિયાળીપોળના નાકે સુપ્રસિધ્ધ અંબાજી માતાજીના મંદિર ચોકમાં કોઇ પણ જાતના દંભ-દેખાડા કે પ્રતિસ્પર્ધા વગર માત્ર પુરુષોના જ ગરબા યોજાય છે, જેમાં, માત્ર પુરુષ ગાયકવૃંદના તાલે પુરુષો જ ગરબે ઘુમી પરંપરા નિભાવે છે. અંબા માતાજીના મંદિરે સહુ કોઈ દર્શન કરે છે પરંતુ સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ફક્ત પુરુષો જ  ગરબા ગવડાવે છે અને ગરબે ઘૂમે છે. માત્ર પૌરાણિક પરંપરાને જાળવી રાખવા માટે ગરબા આજે પણ પુરુષો કરી રહ્યા છે.સાથે કુંવારી નાની છોકરીઓ પણ ગરબામાં જોડાય છે. સ્ત્રીઓ ગરબીની બહાર રહી ગરબા ગાઈ શકે છે રમી શકતી નથી.મંદિરના પૂજારીએ અહીં રમતા ગરબાનું મહત્વ અને વિશેષતા જણાવી હતી.
Latest Stories