Connect Gujarat
વડોદરા 

વડોદરા :હાર્ટ એટેકના વધતાં કેસને ધ્યાનમાં રાખી ગરબા આયોજકોની પહેલ,તબીબો સહિત એમ્બ્યુલન્સ રખાશે તૈનાત

વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો જોવા મળ્યો છે,

X

શહેર તથા જિલ્લામાં ગરબા મહોત્સવ વેળા વિશેષ આયોજન

હાર્ટ એટેકના વધતા કેસને ધ્યાનમાં રાખી આયોજકોનો પ્રયાસ

ગરબા ગ્રાઉન્ડ ખાતે તબીબો અને એમ્બ્યુલન્સ તૈનાત રખાશે

વડોદરા શહેર તથા જિલ્લામાં ગરબા મહોત્સવ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાર્ટ એટેકના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ વર્ષે મોટા-મોટા આયોજનોમાં તબીબોની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવનાર છે. આગામી તા. 15 ઓક્ટોબરથી ગરબા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આ વર્ષે વડોદરા શહેરતથા જીલ્લામાં મોટા મોટા ગરબા આયોજનોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો જોવા મળ્યો છે,

ત્યારે આ વર્ષે ગરબા આયોજકો દ્વારા મેદાન ઉપર વિશેષ તબીબોની ટીમ તેમજ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાઓમાં સ્ટ્રેસના કારણે અથવા તો ડિહાઈડ્રેશનના કારણે હાર્ટ એટેક આવવાનું તારણ સામે આવી રહ્યું છે, ત્યારે ગરબા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ વિશેષ સુવિધા ઉભી કરવામાં આવશે. એટલું જ નહીં, હાલમાં ગરબા આયોજકો દ્વારા સ્વયં સેવકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેથી કદાચ આવો કોઈ બનાવ બને તો તાત્કાલિક જે તે વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી શકાય.

Next Story