વડોદરા: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, 19 દેશોના પતંગબાજો લઈ રહ્યા છે ભાગ

બે વર્ષના કોરોના કાળ બાદ વડોદરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
વડોદરા: આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન, 19 દેશોના પતંગબાજો લઈ રહ્યા છે ભાગ

વડોદરા શહેરમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત ટુરિઝમ તેમજ વડોદરા મહાનગર પાલિકાના આ સંયુક્ત આયોજનમાં કુલ 19 દેશોનો અનુભવી પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લેશે.

Advertisment

બે વર્ષના કોરોના કાળ બાદ વડોદરાના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશથી અનેક પતંગબાજો ખાસ હાજર રહેશે. ઉત્તરાયણ પહેલા યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે અલજીરિયા,આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા,ફ્રાન્સ ઇટલી સહિત 19 દેશો માંથી 42 અનુભવી પતંગબાજો આ મહોત્સવમાં ભાગ લેનાર છે. જેઓની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગકલાના દર્શન વડોદરાવાસીઓ કરી શકશે.આ સાથે ભારતના ખ્યાતનામ પતંગબાજો પણ આ મહોત્સવમાં ભાગ લેનાર છે. દેશના કુલ 6 રાજ્યો માંથી 20 પતંગબાજો જુદાજુદા રાજ્યોની પતંગ સંસ્કૃતિની ઝાંખી અહીં કરાવશે.આજે વડોદરાના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ,ધારાસભ્ય તેમજ મેયર કેયુર રોકડીયા સહિત પાલિકાના પદાધિકારીઓ અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment