વડોદરા: આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં ઈશુદાન ગઢવીએ કર્યા ભાજપ પર શાબ્દિક પ્રહાર

ભાજપના નેતાઓ જ્યારે નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ કારણ કે ગમે ત્યારે તમારી સાથે બળાત્કાર થઈ શકે છે: ઇસુદાન ગઢવી

New Update

વડોદરામાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન

પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી રહ્યા ઉપસ્થિત 

નાગરિકોને કર્યો આપમાં જોડાવા માટે અનુરોધ

ભાજપ સરકાર સામે કર્યા શાબ્દિક પ્રહાર

સામુહિક દુષ્કર્મની ઘટના અંગે વ્યક્ત કર્યું દુઃખ   

વડોદરામાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું,જેમાં ગઢવીએ ભાજપ સરકાર સામે  આક્ષેપ કરીને શબ્દોના બાણ ચલાવ્યા હતા.
વડોદરા શહેરના જામ્બુવા બ્રિજ પાસે  આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. અને ઈશુદાન ગઢવીએ લોકોને આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ જ્યારે નિવેદન કરે કે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મહિલાઓએ ચેતી જવું જોઈએ કારણ કે ગમે ત્યારે તમારી સાથે બળાત્કાર થઈ શકે છે.
ભાજપના બળાત્કારીઓના સન્માન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા.વધુમાં ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વડોદરામાં આજે આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાને વેગ પકડ્યો છે. આજે મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા છે. આમ આદમી પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે જે કામની રાજનીતિ કરે છે. સારા શિક્ષણની, સારા આરોગ્યની અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત કરે છે.
ખેડૂતોને પૂરતા ભાવ આપવાની વાત કરે છે અને શ્રમિકોને પૂરૂ વેતન આપવાની વાત કરે છે. હું દરેક ગુજરાતીઓને અપીલ કરું છું કે આ તમારી પાર્ટી છે અને તમારા માટે આવી છે, અને નાગરિકોને આપમાં જોડાવવા માટે અનુરોધ કર્યો હતો.વધુમાં સદસ્યતા અભિયાનની લીંક મારફતે આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી રહ્યા છીએ. 60 લાખ સભ્યોને આમ આદમી પાર્ટીમાં જોડવાનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું.
અને આ 60 લાખ સભ્યો પોતાના પરિવાર સાથે વર્ષ 2027માં આમ આદમી પાર્ટીના સૈનિક બનીને ઉભા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.જ્યારે વડોદરા સામુહિક દુષ્કર્મની ઘટના અંગે પણ તેઓએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. 
#AAP leader Isudan Gadhvi #Aam Aadmi Party Gujarat #Isudan Gadhvi #આમ આદમી પાર્ટી #સદસ્યતા અભિયાન
Here are a few more articles:
Read the Next Article