વડોદરા : મનપાએ બનાવેલા નવા રોડમાં જેટકો કંપનીએ ખોદી દીધો ખાડો, જુઓ નગરસેવકનો અનોખો વિરોધ...!

ત્યારે જેટકો કંપનીએ તૈયાર થયેલા રોડમાં ખાડો ખોદી દેતા સ્થાનિક કાઉન્સિલરે ખાડામાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

New Update
વડોદરા : મનપાએ બનાવેલા નવા રોડમાં જેટકો કંપનીએ ખોદી દીધો ખાડો, જુઓ નગરસેવકનો અનોખો વિરોધ...!

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં તાજેતરમાં કોર્પોરેશને નવીન રોડ બનાવ્યો હતો, ત્યારે જેટકો કંપનીએ તૈયાર થયેલા રોડમાં ખાડો ખોદી દેતા સ્થાનિક કાઉન્સિલરે ખાડામાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

આજે સમગ્ર દેશમાં વિકાસ મોડેલ તરીકે ગુજરાતને પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજ વિકાસ મોડેલ ગુજરાતના વડોદરામાં વિકાસ કાર્યની ખીલ્લી ઊડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં તાજેતરમાં કોર્પોરેશને નવીન રોડ બનાવ્યો હતો. જોકે, જેટકો કંપનીએ કામ અર્થે તૈયાર થયેલા રોડમાં ખાડો ખોદી દીધો છે, ત્યારે સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે ખાડામાં બેસી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ, વોર્ડ નં. 1ના કોર્પોરેટર હરીશ પટેલે આમાં જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ કરી છે. તેઓએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, અમારા વોર્ડના કોર્પોરેટરોએ ભેગા મળી વારંવાર રજૂઆત કરી નવાયાર્ડ ખાતે રોડ મંજૂર કરાવ્યો હતો, અને તાજેતરમાં 2 મહિના અગાઉ તે રોડ બનાવવામાં આવ્યો છે. જો સામાન્ય નાગરિકોને કોઈ રોડ ખોદી પાણીની લાઈન લેવી હોય તો પણ લેખિતમાં મંજૂરી લેવી પડે છે, અને આવા સમયે કોર્પોરેશન એવો જવાબ આપે છે કે, રોડની વોરંટી 5 વર્ષની છે. એટલે હાલ નવીન કનેક્શન માટે મંજૂરી અપાશે નહીં, ત્યારે જેટકો કંપની દ્વારા પોતાની મરજી મુજબ આડેધડ કોઈપણ જગ્યાએ રોડ ખોદી ખાડો બનાવી દેતા કોર્પોરેશને તૈયાર રોડ બનાવવામાં વાપરેલા પૈસાનો વ્યય થઈ રહ્યો છે. જો આમાં ખાડો ખોદવા મંજૂરી લેવાઈ જશે તો નવીન રોડને નુકશાન કરવા બદલ જે તે અધિકારી સામે પગલાં લેવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. અને જો જેટકો કંપનીના કોઈ અધિકારીએ મનસ્વી રીતે રોડ ખોદ્યો હશે તો તેના વિરુદ્ધ પણ પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Latest Stories