Connect Gujarat
વડોદરા 

વડોદરા : નિઝામપુરામાં જવેલર્સે પ્રતિકાર કરતાં લુંટારૂએ પગમાં ગોળી મારી, જવેલર્સ ઇજાગ્રસ્ત

ગૃહમંત્રીનો કાર્યક્રમ હોવાથી પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત હતું તેવામાં લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો.

X

વડોદરામાં રવિવારે ગૃહમંત્રીનો કાર્યક્રમ હોવાથી પોલીસ તંત્ર બંદોબસ્તમાં વ્યસ્ત હતું તેવામાં લુંટની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો હતો. નિઝામપુરાની આશિયાના સોસાયટી પાસે જવેલર્સને આંતરી ચાર લુંટારૂઓએ લુંટની કોશિશ કરી હતી પણ જવેલર્સે પ્રતિકાર કરતાં લુંટારૂઓએ એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું......

વડોદરા શહેરના નિઝામપુરા બસ સ્ટેન્ડની પાછળ આવેલી આશીયાના સોસાયટીમાં મોડી રાત્રે દુકાનેથી પરત ફરેલા જ્વેલર્સને તેમના જ ઘરની બહાર લૂંટારૂઓએ ફાયરીંગ કરીને રૂપિયા ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જ્વેલર્સે 4 લૂંટારૂઓ સાથે ઝપાઝપી કરીને પ્રતિકાર કર્યો હતો અને લૂંટારૂઓ પર ટિફિનનું પાર્સલ ફેક્યું હતું. જવેલર્સે પ્રતિકાર કરતાં એક લુંટારૂઓએ તેમના પગમાં ગોળી મારી દીધી હતી. જવેલર્સે બુમરાણ મચાવતાં આસપાસથી લોકો દોડી આવતાં લુંટારૂઓ ફરાર થઇ ગયાં હતાં....

વડોદરા શહેરના નિઝામપુરા બસસ્ટેન્ડ પાછળ આવેલી એ-32, આશીયાના સોસાયટીમાં ભાવેશકુ સોની રહે છે અને વડોદરા નજીક સોખડા રોડ છાણી ગામ ખાતે શ્રી અંબે જ્વેલર્સ નામથી દુકાન ધરાવે છે. રવિવારે રાત્રિના સમયે તેઓ નિત્યક્રમ મુજબ તેમની કારમાં ઘરે આવવા માટે નીકળ્યાં હતાં. તેમની કારમાં રૂપિયા ભરેલો થેલો લુંટવા માટે લુંટારૂઓ તેમનો પીછો કરતાં આવ્યાં હતાં. વડોદરા શહેરમાં વિવિધ સ્થળોએ લાગેલા સીસીટીવી કેમેરાઓમાં લુંટારૂઓની તમામ હલચલ કેદ થઇ ગઇ છે. હાલ તો પોલીસે સીસીટીવીના આધારે લુંટારૂઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Next Story