Connect Gujarat
વડોદરા 

વડોદરા : હરણીના ભીડભંજન મહાદેવને તેલ અર્પણ કરવા માટે માત્ર એક બટન દબાવો

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વડોદરાના હરણી ખાતે આવેલાં ભીડભંજન હનુમાન મંદિર ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

X

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે ત્યારે વડોદરાના હરણી ખાતે આવેલાં ભીડભંજન હનુમાન મંદિર ખાતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલું ભીડભંજન હનુમાન મંદિર શ્રધ્ધાળુઓમાં આસ્થાનું પ્રતિક છે. આ મંદિર ખાતે દર શનિવાર અને મંગળવારના રોજ હજારોની સંખ્યામાં ભકતો આવી ભીડભંજન હનુમાન દાદાને તેલ સહિતની વસ્તુઓ અર્પણ કરતાં હોય છે. મંદિર ખાતે આવતાં શ્રધ્ધાળુઓ હનુમાનજીને તેલ ચઢાવવાનો આગ્રહ રાખતાં હોય છે જેના કારણે સોશિયલ ડીસટન્સ ન જળવાય તેવી સ્થિતિ ઉભી થાય છે. આ સમસ્યાનો હલ લાવવા માટે તેલ અર્પણ કરવા માટે એક નવી સીસ્ટમ મંદિરમાં લગાડવામાં આવી છે માત્ર એક બટન દબાવી હરણી ભીડભંજનને તેલ ચઢાવી શકાશે, હનુમાનજીને તેલ ચઢાવતાંની સાથે જ લાઇટ થશે અને મંત્ર પણ વાગશે.

હરણીના ભીડભંડન હનુમાન મંદિરમાં કોવિડ મહામારી પહેલાં દર શનિવારે 8થી 10 હજાર ભક્તો દર્શનાર્થે આવતા હતા. પરંતું હાલમાં દર શનિવારે 1 હજારથી વધુ ભક્તો દિવસ દરમિયાન દર્શનાર્થે આવે છે. દરેક ભક્તો હનુમાનજીને તેલ અવશ્ય ચઢાવે છે. મશીન થકી રૂા.5, 10, 20 અને 50નું તેલ ચઢાવી શકશે. મહત્ત્વની વાત એ છે કે મશીનમાં ભક્તો રૂા.5નું બટન દબાવશે તો ઓમનો મંત્ર બોલાશે અને ભગવાન પર તેલ ચઢશે. અલગ અલગ રૂપિયાના દરના તેલ ચઢાવતી વેળા અલગ અલગ મંત્રનું ઉચ્ચારણ થાય તેવી વ્યવસ્થા કરાય છે.

Next Story